નવી દિલ્હી: ભારતે ત્રણ દેશોમાંથી આવેલા હાઈડ્રોક્સીક્લોરોક્વીન (HCQ)ના ઓર્ડર મંજૂર કર્યા છે. આ 3 દેશ અમેરિકા, સ્પેન અને ઓસ્ટ્રેલિયા છે. જેમણે પહેલા તેનો ઓર્ડર આપ્યો હતો. અમેરિકી પ્રશાસને કોવિડ 19ના સંકટને પહોંચી વળવા માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine-HCQ)ને એક ગેમ ચેન્જર ડ્રગ તરીકે સ્વીકારી છે. જદો કે તેના ઉપયોગને લઈને હજુ ચિકિત્સક જગતમાં સામાન્ય સહમતિ નથી. ભારત Hydroxychloroquineનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારત પાસે ખાડી અને મલેશિયા સહિત દુનિયાભરના 30 દેશોએ HCQની માંગણી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકામાં કોરોનાની ડરામણી સ્થિતિ, એક જ દિવસમાં 2000 જેટલા લોકોએ જીવ ગુમાવ્યાં


અમેરિકા માટે આ દવાની મંજૂરી આપવા બદલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા પણ આપી છે. એક ટ્વીટમાં તેમણે કહ્યું કે વિષમ પરિસ્થિતિઓમાં મિત્રો વચ્ચે નીકટના સહયોગની જરૂરિયાત હોય છે. એચસીક્યુના નિર્ણય પર ભારત અને ભારતીયોનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે તેને ભૂલી શકાશે નહીં. પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે આ લડતમાં ફક્ત ભારત જ નહીં પરંતુ માનવતાની મદદ માટે તમારા મજબુત નેતૃત્વનો આભાર.


ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 એપ્રિલના રોજ આ અંગે વાત કરી હતી. ત્યારબાદ 6 એપ્રિલના રોજ વિદેશ મંત્રી એસ જયશંકર અને અમેરિકાના પોમ્પિઓ વચ્ચે વાત થઈ. 8 એપ્રિલના રોજ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા અને અમેરિકાના ઉપવિદેશ મંત્રી સ્ટીફન ઈ બેગુન વચ્ચે વાતચીત થઈ. 


કોરોનાથી ભારત સહિત દુનિયા આખી થઈ રહી છે પાયમાલ, પણ ચીનને મળી ગયો 'કુબેરનો ખજાનો'


બંને પક્ષોએ કોવિડ 19 પર સહયોગ વધારવા અને આવશ્યક દવાઓ અને ચિકિત્સા ઉપકરણોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને સારી જાણકારી શેર કરવા પર ચર્ચા કરી. 


વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મારિઝ પાયને અને સ્પેનના વિદેશ મંત્રી અરંચા ગોન્ઝાલેઝને HCQ સહિત કોવિડ 19 સંકટ પર વાત કરી. અત્રે જણાવવાનું કે સ્પેને તો ભારતને 2 મહિના પહેલા હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો ઓર્ડર આપ્યો હતો. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube